Facebook

GUJARATI FAQs

૧. માર્જિન ટ્રેડ ફંડિંગ સુવિધા (MTF) શું છે?

MTF, ડિલિવરી આધારિત શેર રોકાણોના ભંડોળ માટેની સુવિધા છે.

>એનબીએફસી અથવા બેંકથી વિપરીત, ક્લાયંટને નીચેની પ્રક્રિયા થી મુક્તિ મળશે

>વ્યાપક પેપર વર્ક

>વારંવાર પ્લેજિંગ અને અન-પ્લેજિંગ પ્રક્રિયાઓ.

>સમયાંતરે વિવિધ જરૂરિયાતોને લીધે વ્યાજ ખર્ચમાં બચાવ કરવા બેંકમાં વારંવાર નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા.

>સેબીના નિર્દેશો અનુસાર જેમના ખાતામાં પે-ઇનના પાંચમા દિવસે ડેબિટ્સ ક્લીયર ન થઈ હોય તેવી ડિલિવરીઓને સ્ક્વેર-ઑફ કરવાની ફરજ પડે છે. જે MTF ખાતા માં સ્ક્વેર-ઑફ નહિ કરવામાં આવે.

>સેબીના નિર્દેશો અનુસાર, સતત ડેબિટને કારણે વધુ વેપાર માટે ખાતાનું લોકીંગ બાબતનો નિયમ પણ MTF ખાતા માં લાગુ થતો નથી.

>નિયમિત ખાતાની તુલનામાં MTF ખાતામાં જરૂરી માર્જિન થોડું વધારે છે.

> ફક્ત Group I પ્રમાણે માન્ય કરેલી સિક્યોરિટીઝ નો વેપાર MTF ખાતામાં થઈ શકે છે. જો કે, આ સિક્યોરિટીઝમાં ૯૦% થી વધારે માર્કેટ વોલ્યુમને આવરે છે.

>સેબી માસ્ટર પરિપત્ર નંબર SEBI/HO/MRD/DP/CIR/P/2016/135 તારીખ ૧૬ ડિસેમ્બર, ૨૦૧૬ નાં પ્રકરણ ૪ મુજબ Group I તરીકેની સૂચિમાં દર્શાવવામાં આવેલી સિક્યુરિટીજ ડીમેટ રૂપમાં MTF સુવિધા માટે માન્ય છે.

>આ સિક્યુરિટીની સૂચિની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે અને તે સેબી અને એક્સચેન્જોના માર્ગદર્શિકા અનુસાર સમય-સમય પર બદલાતી રહે છે.

>R. Wadiwala, MTF સુવિધા હેઠળ સ્ટોક પસંદગી માટેનો અધિકાર અનામત રાખે છે અને સૂચિમાંથી કોઈપણ શેર અગાઉની જાણ કર્યા વિના બાકાત રાખી શકે છે.

પ્રારંભિક માર્જીન ડિપોઝિટ નીચે પ્રમાણે ના બધા અથવા કોઈપણ એક કોલેટરલ સિક્યુરિટી ના સ્વરૂપમાં હોઈ શકે છે.

>તમારા MTF એકાઉન્ટમાં ચેક જમા કરીને.

>RWSPL ની તરફેણમાં પૂર્વાધિકારવાળી તમારી ફિક્સડ ડિપોઝિટ.

>RWSPL ની તરફેણમાં બેંકની ગેરંટી.

>ડીમેટમાં ઇક્વિટી શેર જે MTF સુવિધા માટે માન્ય છે.

કોલેટરલ સિક્યુરિટી તરીકે પૂરા પાડવામાં આવેલા શેરોનું મૂલ્ય બજાર મૂલ્યમાંથી RISK VALUE ને બાદ કર્યા પછી નક્કી કરવામાં આવશે. દરેક શેરનું RISK VALUE નીચેના ચાર ઘટકોનો સરવાળો વાસ્તવિક સમયના આધારે ગણવામાં આવે છે.

>Value at Risk (VAR) એક્સચેન્જો દ્વારા સમય-સમય પર સૂચવવા મુજબ.

>Extreme Loss Margin (ELM) એક્સચેન્જો દ્વારા સમય-સમય પર સૂચવવા મુજબ.

>“Group I Securities” માં F&O સિક્યુરિટી – માટે 3.૫ ગણો ELM માર્જિન.

>“Group I Securities” માં F&O સિવાયના સિક્યુરિટી – માટે ૫.૫ ગણો ELM માર્જિન.

>સમય સમય પર R. Wadiwala દ્વારા સૂચવ્યા અનુસાર વધારાના માર્જિન.

>સમય સમય પર એક્સચેન્જો અથવા સેબી દ્વારા સૂચવ્યા અનુસાર વધારાના માર્જિન.

MTF ખાતું ખોલવાનો કોઈ ચાર્જ નથી.

MTF સુવિધા માટે કોઈ વધારાના ચાર્જ નથી. તમારા સામાન્ય ખાતામાં તમે પસંદ કરેલ ટેરિફ ચાર્જ, MTFમાં એક્ઝેક્યુટ કરેલા તમામ વેપાર માટે પણ લાગુ થશે.

કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી કે જે R. Wadiwala નો રજિસ્ટર્ડ ક્લાયંટ છે અને ડીમેટ ખાતા માટે પીઓએ પ્રદાન કરે છે, તે આ સુવિધા મેળવી શકે છે.

જો ક્લાયંટનું પીઓએ સાથે નિયમિત ટ્રેડિંગ અને ડિમેટ ખાતું હોય, તો તેનું MTF સુવિધાને, ક્લાઈન્ટ વેબ લોગ-ઈન માં આપવામાં આવેલી ઓટીપી સિસ્ટમનો ઉપયોગ કરીને, તરતજ સક્રિય કરી શકાય છે. તમારા આર.એમ. પણ આ પ્રક્રિયામાં તમને મદદ કરી શકે છે.

હા, તમે MTF ખાતાના સક્રિયકરણ પછી તમારા નિયમિત ટ્રેડિંગ એકાઉન્ટમાં (F&O સેગમેન્ટ સહિત) વેપાર ચાલુ રાખી શકો છો અને તેમાં પૂરી પાડવામાં આવેલી લિમિટ સંપૂર્ણ રૂપે ઉપલબ્દ હશે.

તમારું MTF એકાઉન્ટ સક્રિય થઈ જાય, પછી તમે ઓડિન ટર્મિનલ અથવા મોબાઇલ ટ્રેડિંગ એપમાંથી ઓર્ડર એન્ટ્રી વિંડોમાં ઓર્ડર TYPE તરીકે ‘MTF’ પસંદ કરીને સોદો ભરી શકો છો. ફોન પર ઓર્ડર આપતી વખતે, તમારે તમારા આર.એમ. ને પણ આ બાબત યોગ્ય સૂચના આપવાની રહેશે.

હા, તમે તમારા ઓડિન ટર્મિનલ અથવા મોબાઇલ ટ્રેડિંગ એપમાંથી સોદાઓને ખસેડી શકો છો. અલબત્ત, બંને ખાતા માં પૂરતી લિમિટ ઉપલબ્ધ હોવી અનિવાર્ય છે.

ના, એકવાર બજારનો સમય સમાપ્ત થઈ જાય, પછી તમે તમારા સોદાઓને ખસેડી શકશો નહીં.

R. Wadiwala બેક-ઓફિસ સોફ્ટવેરની પ્રક્રિયા દ્વારા તમારા શેર / ભંડોળને નિયમિત ટ્રેડિંગ એકાઉન્ટમાંથી MTF માં અને MTF માંથી નિયમિત ટ્રેડિંગ એકાઉન્ટમાં હિલચાલ આપમેળે કરવામાં આવશે. બેક-ઓફિસ સોફ્ટવેર ગણતરી કરીને શ્રેષ્ઠ રીતે શેર / ભંડોળની બંન્ને ખાતામાં ફાળવણી કરશે જેથી માર્જિન બાબતનું શ્રેષ્ઠ સંભવિત પાલન સુનિશ્ચિત થાય. બંને ખાતામાં સ્વતંત્ર માર્જિન તેમજ એક્સપોઝર લિમિટ આગામી કામકાજના દિવસે વેપાર માટે તે મુજબ સુધારેલી રહેશે.

સેબી માર્ગદર્શિકા મુજબ, બ્રોકરને સ્ટોકના આધારે ૨૫-૪૫% માર્જિન એકત્રિત કરવું પડશે. તેથી, કોઈ MTF હેઠળ ૨ થી ૪ ગણી લિમિટ મેળવશે એમ માની શકાય. R. Wadiwala ના ક્લાયંટ દીઠ વ્યક્તિગત MTF સુવિધા હેઠળની મહત્તમ લિમિટ સેબીના માર્ગદર્શિકા મુજબ મંજૂરીને પાત્ર છે અને સમયાંતરે ફેરફારને આધિન છે. ક્લાયંટને આવા ફેરફાર પછી કોઈપણ Shortage ની ચુકવણી તાત્કાલિક ધોરણે કરવી પડશે. R. Wadiwala, MTF સુવિધા હેઠળ વધારે માર્જિન લેવાનું અથવા અમુક સિક્યોરિટીઝ પર MTF સુવિધા પ્રદાન કરવા માટેનો અધિકાર અનામત રાખે છે.

MTF ખાતામાં પણ હાલની વ્યાજની સિસ્ટમ લાગુ થશે. વ્યાજ વર્ષે ૧૮% ના. ધોરણે સંયુક્ત (નિયમિત ટ્રેડિંગ એકાઉન્ટ + MTF એકાઉન્ટ) ડેબિટ બેલેન્સ પર લાગુ થશે. વ્યાજ દર મહિને ખાતામાં ચાર્જ કરવામાં આવશે.

સેબીના માર્ગદર્શિકા મુજબ, ગ્રાહકને ફક્ત રોકાણ અને વેપારના હેતુથી આ સુવિધા પ્રદાન કરવાની મંજૂરી છે. આથી, ગ્રાહક કોલેટરલ તરીકે આપેલા શેરની સામે રોકડ રકમ ઉપાડી શકશે નહીં. જો કે, ગ્રાહક ખાતામાં જરૂરી બેલેન્સ કરતા જો વધારે ક્રેડિટ બેલેન્સ હોય તો વધારાની રકમ પાછી ખેંચી લેવાની ઇચ્છા રાખે છે, તો તે હદ સુધી ચૂકવણીની સૂચના આપી શકે છે.

આવા સ્ટોક માટેની ફાળવેલ લિમિટ ને ઘટાડી દેવા માં આવશે. આવા સ્ટોકની સામે બાકી રકમની ચુકવણી તાત્કાલિક ધોરણે કરવી પડશે.

જો MTF (કોલેટરલ શેર અને ખરીદેલા શેર) હેઠળના કોઈપણ શેર્સ પર કોઈ કોર્પોરેટ એક્શન જાહેર કરવામાં આવે છે, તો તે મુજબ હોલ્ડિંગ ફરીથી એડજસ્ટ કરવામાં આવશે. શેર સામે જાહેર કરાયેલ કોઈપણ ડિવિડન્ડ, જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.