વોરેન બફેટ સાહેબ રોકાણકારો ને રોકાણ અંગે જાગૃતતા લાવવા માટે જણાવે છે કે તમે જે કંપનીમાં રોકાણ કરો છો તે રોકાણકાર કંપની ઓછામાં ઓછી 20 થી 25 વર્ષ નો તેનો ઈતિહાસ ધરાવતી હોવી જોઇએ એટલે કે તે કંપની તેના સારા અથવા ખરાબ સમયમાંથી પસાર થઈને આગળ આવી છે તેનુ એક ઉદાહરણ છે.મોટા ભાગની કંપનીઓ ખરાબ સમયમાં બંધ થઇ જતી હોય છે જયારે કંપનીઓ ટનઅરાઉનડ કરે છે,તેમના મેનેજમેન્ટ ના અમુક નિર્ણયોને કારણે ત્યારે કંપનીઓ ફરીથી આગળ આવે છે,નફો કરતી થાય છે ,વૃદ્ધિ મેળવે છે અને તેના રોકાણકારોને સંપત્તિમા ફાયદો કરી આપે છે. આમ 20 થી 25 વર્ષ જૂની કંપની હોવાનો મતલબ એમ છે કે તેના ખરાબ સમયને પણ જોયો છે.ઇકોનોમિક ડાઉન ટ્રેન્ડ આવે ત્યારે કંપની સરવાઇવ થાય અને એનુ મેનેજમેન્ટ તેને તેમાથી બહાર કાઢી શકે તે ખૂબજ અગત્યનું છે.
બીજું વોરેનબફેટ મુજબ તમે જે રોકાણ કરો તે બિઝનેસને ઓળખીને કરો.એટલે કે કંપનીમાં કયો બિઝનેસ ચાલી રહ્યો છે તે બિઝનેસને ઓળખો.જો તમે બિઝનેસને સમજી ન શકતા હોય તે કંપનીમા રોકાણ કરશો નહીં. કારણકે ઘણાં બધાં બિઝનેસ સમજવા બહુ અધરા હોય છે અને રોકાણકારો તેમાં રોકાણ કરીને બેસી જાય છે.કોઇ પણ જાતની સમજણ વગર ,બિઝનેસ જાણ્યા વગર કંપનીમાં રોકાણ કરવાથી મૂડીમા વૃદ્ધિ થતી નથી. આમ વોરેનબફેટ ના કહેવા પ્રમાણે તમે જે બિઝનેસને સમજી શકતા હોય ,તેની નફાશકતિને ગણી શકતા હોવ-ઓળખી શકતા હોવ તે જ બિઝનેસમા રોકાણ કરજો અને તે બિઝનેસના સારા અને ખરાબ સમય ના વેલ્યુએશન ના આધારે જ રોકાણ કરવું જોઈએ.
વોરેનબફેટ સાહેબ રોકાણકારોને જયારે બજારમાં ખૂબજ મંદી વાળુ વાતાવરણ હોય,કોઈને સ્ટોક ખરીદવાનો રસ ન હોય , માર્કેટમાં મંદીના વાતાવરણમાં લોકો ડરના માર્યા શેર વેચતા હોય ત્યારે રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમયગાળો છે તેમ તેઓ જણાવે છે. એટલે કે માર્કેટમાં ફિયર નુકશાન નુ એટમોસફિયર હોય ત્યારે તમારે તેજી કરવી જોઈએ અને જયારે માર્કેટમાં યુફોરિયા ભયંકર તેજીનુ વાતાવરણ હોય , લાવ લાવ ની પરીસ્થિતિ હોય ત્યારે તમારા પોર્ટફોલીયો ને વેચવો જોઈએ અને પ્રોફીટ બુકીંગ કરવુ જોઇએ. પણ આપણે જોઈએ છે કે મોટા ભાગના રોકાણકારો શેરબજારની તેજીના છેલ્લા તબક્કામાં દેખાદેખી કરી શેરબજારમા આવે છે, અને પછી નુકશાન કરીને નીકળતાં હોય છે કારણકે દાખલ થયા ત્યારે તેમના મગજમાં લોભ હતો અને જયારે એમણે પોતાનો પોર્ટફોલીયો ખાલી કર્યો ત્યારે તેમના મગજમાં મોટો ડર હતો, જે નુકશાન કરવાનો
ડર છે તે વાસ્તવમાં સાચો પડતો હોય છે . એટલે મારી દ્રષ્ટિએ રોકાણકારોએ જયારે ખુબજ મંદીવાળુ વાતાવરણ હોય , માર્કેટ ખુબજ નીચલા લેવલ પર મળતુ હોય ત્યારે ડબલ બોટમ અથવા ટ્રીપલ બોટમ બન્યા હોય તેવા સ્ટોક ખરીદવા જોઈએ અને તેને 5 થી 7 વર્ષ જાળવી રાખવા જોઈએ. અને જયારે માર્કેટ તેના ટોપ બનાવે , માર્કેટમાં ડબલ કે ટ્રીપલ ટોપ બને ત્યારે પ્રોફીટ બુકીંગ કરવાથી સારાંમા સારો ફાયદો મેળવી શકાતો હોય છે પણ આપણે જોયુ છે તે પ્રમાણે રોકાણકારો હંમેશા આજ ભૂલ કરતા હોય છે કે જયારે બજારમાંથી એકઝીટ થવાનુ હોય ત્યારે તે એન્ટર કરે છે.
ત્યારે તે સમયે તેમનો આઇડિયા થોડા સમયમાં જ પ્રોફીટ કરીને નીકળી જઇશું તેવો હોય છે પરંતુ તેવું થતુ નથી અને તેઓ અજાણ્યાપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટર બની જાય છે અને લોંગટર્મ મા તેમની વેલ્થ ધોવાતી જતી હોય છે. એટલે મારુ માનવુ એમ છે કે જે વ્યકતિઓ સારા બિઝનેસ ઓળખી અને ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તેમને મોટો ફાયદો મળશે. આવા ઉદાહરણો આપણી પાસે 2000 ની સાલમાં Tech Boom પછી પણ જોવા મળેલા , આઇટી શેર નો જે કડાકો આવ્યો ત્યાર બાદ જે ઓલ્ડ ઇકોનોમિ સ્ટોક મા ફાયદો મળેલો હતો તે જોયો છે.ત્યાર બાદ 2007 મા ઈન્ફ્રાસ્ટ્રકચર ની બુમ પતી ગઇ પછી જે વ્યકતિઓએ ઇન્વેસ્ટ કરેલુ તે આપણી નજર સમક્ષ છે. 2018 માં જયારે તેજીનો મોટો દોર ચાલી રહ્યો હતો ત્યારે જે વ્યકતિઓએ પ્રોફીટબુકીંગ કર્યુ તેમને ધણા સારા પૈસા મળેલા. હાલમાં પણ અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યુ છે તે મંદી ગ્રસ્ત છે. કોઈને કશું ખરીદવા મા રસ નથી તે સમયે 30 કે 40 % ડિસ્કાઉન્ટ મા મળતા ધણા શેર કે જે ડબલ કે ટ્રી પલ બોટમ બનાવી છે તે ખરીદવા જેવા છે કે જેથી નેકસ્ટ બૂમ આવે ત્યારે તમને આનો ફાયદો મળી શકે.